ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અરવલ્લી જિલ્લામાં એક જવાબદાર સરકારી અધિકારી દારૂ પીતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ભિલોડા એસટી ડેપોના મેનેજર જે. આર. બુજને પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં તેમના જ સરકારી ક્વાર્ટર્સમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.


ક્વાર્ટર્સમાં ચાલતી હતી દારૂની મહેફિલ

ઘટનાની મળતી વિગતો અનુસાર, ભિલોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભિલોડા એસટી ડેપો મેનેજર પોતાના ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડેપો મેનેજર જે. આર. બુજ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી ડેપો મેનેજરની અટકાયત કરી હતી.

પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ

એક તરફ એસટી વિભાગ મુસાફરોની સુરક્ષાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડેપોના સર્વોચ્ચ અધિકારી જ નશામાં ધૂત ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. ભિલોડા પોલીસે ડેપો મેનેજર જે. આર. બુજ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે એસટી વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં તેમના પર ખાતાકીય તપાસના મંડાણ પણ થઈ શકે છે.


આ પણ વાંચો - Arvalli News : અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા 2ના મોત


  • Follow us on: