બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા જોગીડુંગરો વિસ્તારમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
જોગીડુંગરો પાસે મળ્યો મૃતદેહ
ઘટનાની મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લામાં આવેલા પાળીયાદના જોગીડુંગરો વિસ્તારમાંથી પસાર થતા લોકોએ એક વ્યક્તિને નિશ્ચેતન હાલતમાં પડેલો જોયો હતો. આ અંગે તુરંત જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પાળીયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ રાજુભાઈ શવાભાઈ ઘોડકીયા તરીકે થઈ હતી.













