બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે. સગીરાને ભગાડી જવાના મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદની દાઝ રાખીને પાંચથી વધુ શખ્સોએ એક જ પરિવારના પાંચ સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.
પાંચ જેટલા વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો આવી પહોંચ્યા
મળતી માહિતી મુજબ ગત 12 તારીખે ગામની એક સગીરાને ભગાડી જવાની ઘટના બનવા પામી હતી. આ બાબતે જે તે સમયે પરિવારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આજે બપોરાના સમયે જ્યારે ભોગ બનનાર પરિવાર પોતાના ઘરે શાંતિથી જમી રહ્યો હતો. ત્યારે અચાનક નાગજી સાગઠીયા અને મનોજભાઇ સહિત પાંચ જેટલા વ્યક્તિઓ તીક્ષ્ય હથિયારો સાથે ધસી આવ્યા હતા.













