રંગીલા રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચી લીધો છે.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ
રાજકોટ પોલીસની ટીમ જ્યારે આજી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે રાજુ પંચાલ નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની હિલચાલ પર શંકા જતાં પોલીસે તેની અટકાયત કરી જડતી લેતા, તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો.













