સૌરાષ્ટ્રમાં આકરી ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટ યાર્ડ અને છૂટક બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે શરબત પીવું પણ મોંઘું બન્યું છે. છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવમાં રૂપિયા 50થી રૂપિયા 60નો વધારો ઝીંકાયો છે.
ભાવમાં બમણો ઉછાળો
અગાઉ જે લીંબુ રૂપિયા 110થી રૂપિયા 120 પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હવે બેવડાઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 170થી રૂપિયા 210 બોલાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક છૂટક બજારમાં વેપારીઓ રૂપિયા 220થી રૂપિયા 260 સુધીના ભાવે લીંબુ વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુનો ઉપાડ વધતા અને આવક ઓછી થતા ભાવમાં આ મોટો વધારો જોવા મળ્યો છે.













