અમરેલી જિલ્લામાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મહિલા અત્યાચારના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. આવામાં લોકોની માનસિક સ્થિતિ બગડી રહી હોય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર લોકો સવાલ કરી રહ્યા છે.
નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા
અમરેલી જિલ્લાના રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ બિભત્સ ફોટા વાયરલ કરવાની આપીને આ વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ સાથે આ ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા હતા. આ સાથે આ વ્યક્તિ વિદ્યાર્થિની પાસે વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરતો હતો.













