સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક દાયકા કરતા પણ વધુ સમય જૂના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. વર્ષ 2011માં રાંદેર વિસ્તારમાં પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલા પુત્રને પોલીસે 15 વર્ષ બાદ બિહારના રામપુરથી દબોચી લીધો છે. આરોપી પોતાનું નામ અને ઓળખ બદલીને પોલીસથી બચતો ફરતો હતો.


શું હતી ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, 15 વર્ષ પહેલા રાંદેર વિસ્તારમાં કામધંધો કરવા બાબતે પિતાએ પોતાના પુત્રને ઠપકો આપ્યો હતો. પિતાની આ વાત પુત્રને એટલી હદે વસમી લાગી હતી કે, તેણે આવેશમાં આવી પિતાના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેમની નિર્મમ હત્યા નિપજાવી હતી. આ દરમિયાન વચ્ચે પડેલી પોતાની માતાને પણ પુત્રએ બેરહેમીથી માર મારી ઘાયલ કરી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નામ અને વેશ બદલીને છુપાયો હતો

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે સતત સ્થળ બદલતો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે નામ પણ બદલી નાખ્યું હતું અને વેશ પલટો કરીને અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. લાંબા સમય સુધી પોલીસને તેની કોઈ ભાળ મળી ન હતી.

રમઝાન માસમાં ઘરે આવવાની બાતમી નડી

સુરત ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં સતત ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈ રહી હતી. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી રમઝાન માસના પવિત્ર અવસરે બિહારના રામપુર સ્થિત પોતાના ઘરે આવવાનો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બિહારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat : LPG ગેસની અછતની અસર, રોજ કંપની દીઠ 125 ટ્રક આવતી હતી, હવે 50 થી 60 ટ્રક આવે છે


  • Follow us on: