સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે સર્જાતી ઘાતક ઘટનાઓને રોકવા માટે પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ડિંડોલી પોલીસ મથકની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે રેડ કરવાાં આવી હતી. આ રેડ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી
ઘટના મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ ગુપ્ત રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મનીષ લોહાર નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 16 નંગ રીલ મળી આવ્યા હતા.













