સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા સાંઈ પાર્કમાં ગત દિવસોમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને વાપી ખાતેથી ઝડપી લીધો છે. આ દરમિયાન પોલીસે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.96 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે.
250 CCTV કેમેરા અને પોલીસની જહેમત
સચિનના સાંઈ પાર્કમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હતા. આ ગુનાની ગંભીરતાને જોઈ સચિન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળથી લઈને આરોપીના ભાગવાના રૂટ સુધીના અંદાજે 250 જેટલા CCTV કેમેરા ખંખોળી નાખ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી જય લલિત વાઘેલાને વાપી ખાતેથી દબોચી લીધો હતો.













