સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સચિન પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા એક આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ રેડ દરમિયાન નારાયણ બંછાનીધિ પરીડા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી કુલ 8.020 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આ જપ્ત કરવામાં આવેલા ગાંજાની બજાર કિંમત આશરે 4,01,000 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે નશીલા પદાર્થ સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.













