સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં ફરી એકવાર લાંચિયા અધિકારીના કરતૂતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કડોદરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિને સુરત એસીબીએ રૂપિયા 30,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ હેડ કોન્સ્ટેબલ અગાઉ પણ લાંચના કેસમાં પકડાઈ ચૂક્યા હોવા છતાં તેમની પદ્ધતિમાં કોઈ સુધારો આવ્યો નથી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસના ફરિયાદી ભૂતકાળમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ હાલમાં તેઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી ચૂક્યા છે. તેમ છતાં, વરેલી બીટના જમાદાર શીતલ પ્રજાપતિ તેમને સતત હેરાન કરતા હતા. જમાદારે ફરિયાદીને ધમકાવતા કહ્યું હતું કે, તું અત્યારે પણ દારૂનો ધંધો કેમ કરે છે? તેમ કહી કેસ ન કરવાના બહાને નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા 30,000 ની રકમ નક્કી કરવામાં આવી હતી.













