સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ અને બ્લાસ્ટની ઘટનામાં હવે કાયદાકીય શિકંજો કસાયો છે. 23 જાન્યુઆરીના રોજ બનેલી આ કરુણ દુર્ઘટનામાં કુલ 4 કામદારોના મોત બાદ ઉધના પોલીસે તપાસ તેજ કરી હતી અને ગંભીર બેદરકારી બદલ બે આરોપીઓની અટકાયત કરી છે.


ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે લાગી હતી આગ

ઉધનામાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ગત 23 જાન્યુઆરીએ અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. આ દુર્ઘટના સમયે કામ કરી રહેલા 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન 4 કામદારોએ તોડ્યો દમ

હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા 5 કામદારો પૈકી 4 કામદારોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક કામદાર હજુ પણ સારવાર હેઠળ છે. કામદારોના મોત થતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે ગોડાઉનમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ગંભીર બેદરકારી હતી.




પોલીસની કાર્યવાહી

ઉધના પોલીસે માનવ વધ સમાન બેદરકારીનો ગુનો દાખલ કરીને આ ઘટના માટે જવાબદાર બે શખ્સોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો - Surat News: ઉધના આગ દુર્ઘટના, બે કામદારોના મોત, 5 દાઝ્યા


  • Follow us on: