વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટા અને વીડિયો અપલોડ કરી સોશિયલ મીડિયા પર ભય કે પ્રભાવ ઊભો કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર હથિયાર સાથે પ્રદર્શન કરતા ફોટા અપલોડ કરનાર શખ્સ અને હથિયારના પરવાનેદાર વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.


શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગર SOG પોલીસને બાતમી મળી હતી કે, ઈમરાનખાન ગજનીખાન નામના શખ્સે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પ્રદર્શન કરતો ફોટો અપલોડ કર્યો છે. આ બાબત જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ હથિયાર આમિરખાન કેશરખાનના નામે પરવાનો ધરાવે છે.

પરવાનેદાર અને ફોટો અપલોડ કરનાર બંનેની ધરપકડ

પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ફોટો અપલોડ કરનાર ઈમરાનખાન ગજનીખાન અને હથિયારના અસલી માલિક એટલે કે પરવાનેદાર આમિરખાન કેશરખાન બંનેની અટકાયત કરી છે. લાયસન્સવાળા હથિયારનો દુરૂપયોગ કરવા બદલ અને સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરી ભય ફેલાવવા બદલ પોલીસે બંને સામે ગુનો નોંધી હથિયાર કબ્જે કર્યું છે. સુરેન્દ્રનગર SOG ની આ કાર્યવાહીએ સોશિયલ મીડિયામાં હથિયાર બતાવી 'ડોન' બનવાનો પ્રયાસ કરતા યુવાનોમાં ફફડાટ ફેલાવી દીધો છે.


આ પણ વાંચો - Surendranagar ના તરણેતરમાં ટિકિટ ડ્રોના નામે ખેલ, ઉશ્કેરાયેલા ટોળાએ આયોજકોને મેથીપાક ચખાડ્યો


  • Follow us on: