પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો અને આગમાં 4 વર્ષની નિર્દોષ બાળકીનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો જેમાં મારામારીમાં 2 વ્યક્તિઓ લોહીલુહાણ થયા છે અને એક વ્યકિતની હાલત ગંભીર થઈ છે, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.
લખતર તાલુકાના દારૂડિયા બન્યા બેફામ
લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે મારામારીનો બનાવ આવ્યો સામે જેમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઈ હતી અને પૂર્વ સરપંચના દીકરાના કારણે આ મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, એક જ સમાજના બે લોકો સામસામે આવી જતા આ ધિંગાણું સર્જાયુ હતુ અને ઠંડીમાં તાપણું કરી બેસેલા વ્યક્તિઓની વચ્ચે આવી લીલાપુર ગામના પૂર્વ સરપંચ છેલાભાઈના દીકરાએ દારૂ પીને દારૂની પોટલી આગમાં ફેકતા બબાલ થઈ હતી.













