સુરેન્દ્રનગર શહેરમાં ગત તારીખ 18 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાયર સ્ટેશન પાસે સર્જાયેલા એક કરૂણ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક યુવકનું બે વાહનોની અડફેટે આવતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
કેવી રીતે બની ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, સાહિલ નામનો યુવક સુરેન્દ્રનગર શહેરના ફાયર બ્રિગેડ પાસે પાન ખાવા માટે ગયો હતો. જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે સૌ પ્રથમ એક રિક્ષા ચાલકે તેને અડફેટે લીધો હતો. રિક્ષાની ટક્કરને કારણે સાહિલ રોડ પર પટકાયો હતો. કમનસીબે, તે જ સમયે બીજી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો પીકઅપ વાન તેની પર ફરી વળી હતી.













