સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી ડામવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. મૂળી પોલીસ દ્વારા દેવપરા ગામે બાતમીના આધારે રેડ કરીને જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.


બાતમીના આધારે દેવપરા ગામે કાર્યવાહી

મૂળી પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દેવપરા ગામમાં કેટલાક શખ્સો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ગામમાં રેડ કરી હતી. પોલીસની અચાનક એન્ટ્રીથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને પાંચેય શખ્સોને દબોચી લીધા હતા.

રૂપિયા 10,430/- નો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા શખ્સોની ઝડતી લેતા તેમની પાસેથી કુલ રૂપિયા 10,430ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સ્તરે પોલીસની આ સક્રિયતાને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૂળી પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Vadodaraમાં અગોરા સીટી સેન્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત


  • Follow us on: