દમણના રીંગણવાડામાં આવેલ બે ઇન્ડસ્ટ્રીયલ ગાળા દમણ વાયર એન્ડ ઇન્સુલેશન અને નેશનલ કન્ડક્ટર્સમાં 8 થી 10 હથિયારબંધ ધાડપાડુઓએ ત્રાટકીને કોપર વાયર લૂંટ ચલાવી હતી. ધાડપાડુઓએ કામદારોને બંધક બનાવીને તથા તેમના પર જીવલેણ હુમલો કરીને આ લૂંટ ચલાવી હતી જેના પગલે સમગ્ર દમણમાં ચકચાર મચી ગઇ છે
લૂંટારાઓએ શટર તોડી અંદર પ્રવેશ કર્યો
મલેલી માહિતી પ્રમાણે એક ટેમ્પોમાં આવેલા લૂંટારાઓએ શટર તોડી અંદર પ્રવેશ કર્યો અને મશીન ચલાવી રહેલા કામદારોએ પ્રતિકાર કર્યો ત્યારે હુમલો કર્યો હતો













