સંસ્કારી નગરી વડોદરામાં ઓનલાઇન ડિલિવરી કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. ઓર્ડર મેળવવાની લ્હાયમાં અને આંતરિક બોલાચાલીમાં વાત એટલી વણસી ગઈ હતી કે રસ્તા પર જ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે ત્રણેય ડિલિવરી બોયઝની ધરપકડ કરી લીધી છે.
શું હતો સમગ્ર મામલો?
વડોદરા શહેરમાં ઓનલાઇન ઓર્ડર ડિલિવરી કરવા બાબતે કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીમાં વાત કાબૂ બહાર જતાં ડિલિવરી બોયઝ વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. આ દ્રશ્યો આસપાસના લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા પર તૂટી પડતા જોઈ શકાયા હતા, જેનાથી જાહેર માર્ગ પર લોકોમાં કુતૂહલ અને ભય ફેલાયો હતો.













