વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકોના જ પરિવારજનો દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નિવૃત્ત ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર) ના પુત્રએ દારૂના નશામાં ચૂર થઈને અકોટા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને રસ્તા પર ઉભેલા નિર્દોષ યુવકો પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આટલું જ નહીં, આરોપીની કારમાં નંબર પ્લેટ પણ નહોતી અને તેના પર ગેરકાયદેસર રીતે 'પોલીસ લાઇટ' લગાવેલી હતી, જેનો ઉપયોગ તે ધાક જમાવવા માટે કરતો હતો.


વડોદરા પોલીસ એક્શનમાં

ઘટના બાદ સ્થાનિકો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મેડિકલ તપાસ દરમિયાન આરોપીએ દારૂનો નશો કર્યો હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેણે પોલીસ વિભાગની છબી ખરડી છે. અકોટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નિવૃત્ત ASI ના પુત્ર વિરુદ્ધ દારૂ પીવા, જોખમી રીતે ડ્રાઇવિંગ કરવા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુત્ર હોવા છતાં કાયદો દરેક માટે સમાન છે તેવો સંદેશ આપવા માટે પોલીસ હાલ સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Surat માં ભ્રષ્ટાચારનો 'રોડ શો', 6 મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયો, જનતામાં ભારે રોષ

  • Follow us on: