વડોદરાના સાવલીના ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે અને પોલીસ કસ્ટડીમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, નિરાલા પ્રસાદ ઉંમર 60 વર્ષ નામના આરોપીએ આપઘાત કર્યો છે અને બે દિવસ અગાઉ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરાની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


એફએસએલ ટીમ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરાઈ

25 વર્ષ અગાઉ આરોપી સાવલીના મુકુટનગર ગામ પાસે પોતાની પત્નીની હત્યા કરી સળગાવીને કોથળામાં ભરીને ગટરમાં નાખી ફરાર થઇ ગયો હતો અને આરોપી દુકાન પર નોકરી કરતો હતો અને વેશ બદલીને બાહર નિકળતો હતો તેવામાં જિલ્લા એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશમાંથી આરોપીને ઝડપી પાડયો હતો અને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો આરોપી, બનાવની જાણ થતા SDM સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથધરાઈ

પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતને કારણે સમગ્ર સાવલી તાલુકામાં ચકચાર વ્યાપી છે. અને મૃતદેહનું પીએમ કરવામાં આવસે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આ મામલે જિલ્લાના એસપીને પણ જાણ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે



  • Follow us on: