વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા અથવા અન્ય કોઈ સામાજિક કારણોસર એક પ્રેમી યુગલે એકબીજાને ઓઢણીથી બાંધીને કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઓઢણીથી એકબીજાને બાંધી લગાવી છલાંગ
મળતી વિગત મુજબ, વાઘોડિયાના સરણેજ પાસે નર્મદા મેઈન કેનાલમાં સ્થાનિકોએ બે મૃતદેહ તરતા જોયા હતા, જે અંગે તાત્કાલિક જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી કે યુવક અને યુવતીએ એકબીજાને ઓઢણીના છેડાથી બાંધ્યા હતા, જેથી પાણીના પ્રવાહમાં પણ તેઓ એકબીજાથી અલગ ન થાય.













