વાવ-થરાદ જિલ્લામાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદના જેતડા ગામની સીમમાં એક યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મોડી રાત્રે જીવનલીલા સંકેલી
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ વિપુલ ઠાકોર તરીકે થઈ છે, જે મૂળ દિયોદર તાલુકાના લુદરા ગામનો રહેવાસી હતો. વિપુલ છેલ્લા છ માસથી ઇકો ગાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રે પરિવાર સાથે સામાન્ય રીતે ભોજન કર્યા બાદ, મોડી રાત્રે તે ગામની સીમમાં ગયો હતો. ત્યાં કોઈ અગમ્ય કારણોસર માનસિક તણાવમાં આવી જઈને તેને ઝાડ પર લટકી ગળેટૂંપો ખાઈ લીધો હતો.













