વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે એક લગ્ન પ્રસંગે અચાનક ભમરાના ઝુંડે હુમલો કરી મહેમાનોને ડંખ મારતા અફરા તફરી અને નાસભાગ મચી ગઇ હતી. ઘાયલોને તત્કાળ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.


ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી

મળેલી માહિતી મુજબ ભાભરમાં આવેલી ઠક્કર સમાજની વાડીમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક ભમરાનું ઝૂંડ ધસી આવ્યું હતું અને લગ્નપ્રસંગમાં રહેલા લોકો પર હુમલો કરી ડંખ માર્યા હતા.

નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

 તાત્કાલિક સારવાર માટે ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમયે મહેમાનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ ભમરાના હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

ઘાયલોની સારવાર શરુ કરાઇ

સરકારી હોસ્પિટલમાં ઘાયલોની સારવાર શરુ કરાઇ છે. લગ્ન પ્રસંગમાં ભમરાના ઝૂંડે અચાનક હુમલો કરતા ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. 


આ પણ વાંચો---    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

  • Follow us on: