રાજકોટમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા હોય તેમ ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જિલ્લામાં પોલીસનો કોઈ ભય રહ્યો ન હોય તેમ ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં રાજકોટ શહેર હવે રંગીલું નહીં પણ રક્તરંજીત બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાં એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણ દરમિયાન ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.


કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામમાં જૂથ અથડામણની ઘટના દરમિયાન ફાયરિંગ થયું હતું. ઓરી ગામમાં જૂથ અથડામણ વચ્ચે બંને પક્ષો દ્વારા સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં ઘાતક હથિયારોથી એકબીજા પર હુમલો કરવામાં આવતા ગામમાં અરાજકતા ફેલાઈ હતી.




જૂથ અથડામણ બાદ 3 લોકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ મામલે વિંછીયા પોલીસ દ્વારા લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બન્ને પક્ષના કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધી વિંછીયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રણ લોકો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું

વિંછીયા તાલુકાના ઓરી ગામમાં જૂના વેરઝેરમાં ઘાતક હથિયારો વડે બે જૂથ દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રણ લોકો દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે ફાયરિંગ કર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.વિંછીયા પોલીસે બન્ને પક્ષે નવ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot News: દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનોના તાળા તૂટ્યા


  • Follow us on: