સુરત શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત સક્રિય છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, કતારગામ વિસ્તારમાં નશીલા પદાર્થની મોટી હેરફેર થવાની છે. બાતમીના આધારે પોલીસે કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા ત્રણ ઈસમોને આંતર્યા હતા.


બિસ્કિટના બોક્સમાંથી નીકળ્યો ગાંજો

પોલીસે જ્યારે ત્રણેય ઈસમોની અટકાયત કરીને તેમની મોપેડમાં તપાસ કરતા, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ શખ્સો પોલીસને ગુમરાહ કરવા માટે મોપેડ પર બિસ્કિટના બોક્સ લઈને જતા હતા. જોકે, પોલીસે જ્યારે એ બોક્સ ખોલાવ્યા તો તેમાંથી બિસ્કિટના બદલે નશીલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

કુલ રૂ. 14 લાખનો 28 કિલો ગાંજો જપ્ત

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 28 કિલો બિનવારસી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 14 લાખ જેટલી આંકવામાં આવી છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે હેરફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મોપેડ અને અન્ય સામગ્રી મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

રેલવે પાટા પર રહેતા કાલુએ આપ્યો હતો જથ્થો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી છે કે, આ ગાંજાનો જથ્થો તેમને રેલવે પાટા વિસ્તારમાં રહેતા કાલુ નામના શખ્સે સપ્લાય કર્યો હતો. કાલુ આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન દ્વાકાચે કાલુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Surat: 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ, પાલ વિસ્તારમાં જાગૃતિ રેલીમાં પોલીસનો કાફલો રોડ પર ઉતર્યો


  • Follow us on: