સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બોલીવુડના સૌથી ફેમસ કપલમાંથી એક છે. આ કપલ હંમેશા તેમની અદ્ભુત કેમેસ્ટ્રીથી ફેન્સનું દિલ જીતી લે છે. સોનાક્ષી સિંહાની તબિયત હાલમાં સારી નથી અને તેમણે કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો છે. જોકે, કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે જ સમયે, શરદી અને ખાંસીની બીમારીથી પીડાતી સોનાક્ષી ઘરે સ્ટીમ લઈને સ્વસ્થ થવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેના પતિ ઝહીરે તેનો એક રમુજી વીડિયો રેકોર્ડ કર્યો જે હવે વાયરલ થઈ રહ્યો છે.


સોનાક્ષીને સ્ટીમ લેતી જોઈને ઝહીરે ઉડાવી મજાક

સોનાક્ષી અને ઝહીરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે, તાવના કરાણે સોનાક્ષી ખૂબ જ બીમાર દેખાઈ રહીછે. અભિનેત્રી માથા પર યેલો રૂમાલ વીંટાળીને સ્ટીમ લેતી જોવા મળી રહી છે. તે ખાંસી પણ ખાતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો પતિ ઝહીર ઈકબાલ વીડિયો બનાવતી વખતે બેકગ્રાઉન્ડમાં ગીત ગાતો સંભળાય છે. 'ઘૂંઘટે મેં ચંદા હૈ ફિર ભી હૈ ફૈલા ચારો ઓર ઉજાલા હોશ ના ખો દે કહીં જોર સે ખાંસી વાલા.' આ સાંભળીને સોનાક્ષી તરત જ ટુવાલથી પોતાનો આખો ચહેરો ઢાંકી દે છે. ત્યાર બાદ ઝહીર સોનાક્ષી પાસે આવે છે અને તેને ગળે લગાવે છે અને કપાળ પર પ્રેમથી ચુંબન કરે છે. ઝહીરને તેની બીમાર પત્નીની આટલી સુંદર રીતે સંભાળ રાખતો જોઈને ફેન્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.

ફેન્સે આપી આ પ્રતિક્રિયા

વીડિયો શેર કરતી વખતે ઝહીરે મજાકમાં કેપ્શનમાં લખ્યું છે હતું કે, 'આ છોકરી વાયરલ થઈ ગઈ છે ફેન્સ અને મિત્રો આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. અભિનેત્રી હુમા કુરેશીએ બે હાસ્યજનક ઇમોજી પોસ્ટ કર્યા છે. ઘણા ફેન્સે સોનાક્ષીને ઝડપથી સ્વસ્થ બને આવી પ્રતિક્રિયાઓ આપી છે.

સોનાક્ષીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ કરાવ્યો

સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટનો ફોટો પણ શેર કર્યો હતો જે નેગેટિવ આવ્યો છે. આગામી સમયમાં સોનાક્ષી સિંહા અશ્વિની ઐયર તિવારી દ્વારા નિર્દેશિત અપકમિંગ કાનૂની ડ્રામામાં વકિલની ભુમિકામાં જોવા મળશે.


  • Follow us on: