- તુ જુઠ્ઠી મેં મક્કાર બાદ રણબીરની આ બીજી ફિલ્મ
- આલિયા ભટ્ટે કહ્યું 7000 વાર જોયું આ ટ્રેલર
- ફિલ્મમાં અનોખા લૂકમાં જોવા મળશે રણબીર
ફિલ્મ એનિમલ સ્ટાર એક્ટર રણબીર કપૂર હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ફિલ્મમાં એનો લૂક જોરદાર જોવા મળ્યો છે. આ પહેલા ફિલ્મ મેકર સંદીપ રેડ્ડી વાંગાએ એનો એક લૂક પોસ્ટ કર્યો હતો. જેમાં એનો અનોખો અવતાર જોઈ શકાય છે. પણ હવે મુંબઈના એરપોર્ટ પર બ્લેક કલરની શાલ ઓઢીને એરપોર્ટની બહાર આવતો જોવા મળ્યો હતો. જ્યાં તેમણે એક ફેન્સ સાથે સેલ્ફિ ક્લિક કરાવી હતી. પછી સીધો કારમાં બેસીને ઘરે જતો રહ્યો હતો.
મેકર્સે ફોટો પોસ્ટ કરેલો
એનિમલના ટ્રેલરના વખાણ માત્ર મેકર્સ કે રણબીરના ફ્રેન્ડ-ફેમિલી મેમ્બર્સ જ નહીં, બોલિવૂડના સિનિયર કહેવાતા કલાકારો પણ કરી રહ્યા છે. દિવાળી બાદ પોતાનું અધુરૂ કામ પતાવીને રણબીર મુંબઈ પરત ફર્યો હતો. એ સમયે તે શાલ પહેરીને બહાર નીકળ્યો હતો. ટ્રેડિશનલ વેરમાં જોવા મળેલો રણબીર ક્લિન શેવમાં જોવા મળ્યો હતો. શુટિંગના સિવાયના સમયમાં તે એકદમ આરામદાયક કપડાં પહેરે છે. જ્યારે તે એરપોર્ટ પર આવ્યો ત્યારે પાપારાઝીઓએ કેમેરામાં ક્લિક કરવાનું ચાલું કરી દીધું હતું. પછી એનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર કરવામાં આવ્યો હતો.
આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
આ ફિલ્મમાં પહેલી વખત રશ્મિકા રણબીર સાથે જોવા મળી રહી છે. જોકે, ટ્રેલર પરથી કહી શકાય કે, એની એક્ટિંગ પણ દમદાર રહી છે. જોકે, ફિલ્મની સ્ટોરી ટ્રેલર પરથી એક લાઈન માટે પણ જાણી શકાતી નથી. આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા એક અલગ અવતારમાં જોવા મળશે. આ ટ્રેલર પર આલિયા ભટ્ટે કહ્યું હતું કે, આ ફિલ્મનું ટ્રેલર હું ઘણી વખત રિપીટ કરીને જોઈ ચૂકી છું.7000થી વધારે વખત આ ટ્રેલર મેં જોઈ નાંખ્યું છે. હવે હું ફિલ્મ જોવા મળે એની રાહ જોઈ રહી છું. 1 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.