- અનુષ્કા શર્માનો આજે 36મો જન્મદિવસ
- પતિ વિરાટ કોહલીએ અનુષ્કાને પ્રેમભર્યો સંદેશ મોકલ્યો
- અનુષ્કા શર્માએ 2017માં કોહલી સાથે લગ્ન કર્યા હતા
આજે અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ છે. તેમનો જન્મ 1 મે, 1988ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેમને આ ખાસ દિવસે સમગ્ર ભારતમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. હવે તેના પતિ વિરાટ કોહલીએ પણ અનુષ્કાને પ્રેમભર્યો સંદેશ મોકલ્યો છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે અને એ પણ લખ્યું છે કે જો તેને અનુષ્કા શર્માનો સપોર્ટ ન મળ્યો હોત તો તે કદાચ તેના જીવનમાં ક્યાંક ખોવાઈ ગયો હોત. કોહલીએ પણ પોસ્ટ કરતી વખતે અનુષ્કા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
વિરાટ કોહલીએ અનોખી રીતે આપી શુભેચ્છા
વિરાટ કોહલીએ લખ્યું, "જો તમે મને ન મળ્યા હોત, તો કદાચ હું જીવનના રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયો હોત. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મારી દુનિયાના પ્રકાશ જેવા છો. હું તમને ખૂબ પ્રેમ કરૂ છુ." વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2013માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. એક જાહેરાતના શૂટિંગ દરમિયાન બનેલી મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. બન્નેએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. બન્નેને એક પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે.
ફેન્સે અનુષ્કાને જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી
વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને તેના જન્મદિવસ પર પ્રેમભર્યા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેવી જ રીતે, કોમેન્ટ સેક્શન પણ અનુષ્કાને જન્મદિવસની શુભેચ્છાઓથી ભરેલો છે. એક ફેન્સે લખ્યું, "વિરાટ કોહલીની સૌથી મોટી ચીયરલીડર અને સપોર્ટર અનુષ્કા શર્માને જન્મદિવસની શુભકામનાઓ. જ્યારે કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે સંબંધ કેવો હોવો જોઈએ, અન્ય લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાસેથી પ્રેરણા લેવી જોઈએ."