• દીપિકા અને રણવીરના ઘરમાં નાનકડા મહેમાનનું આગમન થશે
  • દીપિકા પાદુકોણનો સ્પષ્ટ બેબી બમ્પ જોઈને ફેન્સ ખુશ થયા
  • દીપિકા ની હાઈ હીલ્સ જોઈને ફેન્સ કરી બરાબરની ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં તેની પ્રેગ્નન્સીને લઈ ચોતરફ ચર્ચાનું બજાર ગરમ છે. દીપિકા અને રણવીરના ઘરમાં નાનકડા મહેમાનનું આગમન થશે તે જાણવા માટે ફેન્સ પણ ઉત્સાહિત છે. આ દરમિયાન અભિનેત્રીએ કંઈક એવું કર્યું જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

દીપિકા પાદુકોણ આ કારણ થઈ ટ્રોલ

હકીકતમાં દીપિકા પાદુકોણે ગઈકાલે સાંજે આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી'ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ સુંદર સાંજે તેણે બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેના બેબી બમ્પને જોઈને ખુશ થઈ ગયા હતા પરંતુ જ્યારે તેમની નજર એક્ટ્રેસની હાઈ હીલ્સ પર પડી તો તેઓએ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

પ્રેગ્નન્સી પર અનેક સવાલો ઉભા થયા

દીપિકા પાદુકોણે તેની પ્રેગ્નન્સીના સારા સમાચાર શેર કર્યા ત્યારથી યુઝર્સ તેની પ્રેગ્નન્સી અંગે સતત સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે તેમનો બેબી બમ્પ દેખાતો નથી. કદાચ અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની રહી છે. જો કે, ગયા મહિને દીપિકાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરીને ટ્રોલ્સને શાંત કરી દીધા હતા. હકીકતમાં આ વખતે અભિનેત્રીનો બેબી બમ્પ દેખાતો હતો. જ્યારે તે 'કલ્કી 2898 એડી'ની ઇવેન્ટમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણનો સુંદર લુક જોઈને ફેન્સ ખુશ થયા હતો તો બીજી તરફ અભિનેત્રીની હાઈ હીલ્સથી લોકો પરેશાન થયા હતા. આવી સ્થિતિમાં, આટલી હાઈ હીલ્સ પહેરવા બદલ ઈન્ટરનેટ પર તેની ઘણી ટીકા થઈ રહી છે. આ દરમિયાન એક યુઝરે લખ્યું કે, શું તમે નથી જાણતા કે તમારે પ્રેગ્નેન્સી દરમિયાન હાઈ હીલ્સ ન પહેરવી જોઈએ?' અન્ય યુઝરે લખ્યું હતું કે, 'મેડમ, આ તમારા માટે ખતરનાક બની શકે છે. આ સમયે તમારા વિશે નહીં પરંતુ બાળક વિશે વિચારો.

અભિનેત્રીએ પોતે તસવીરો કરી શેર

ઈવેન્ટમાં હાજરી આપતા પહેલા દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી જેમાં તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ફેન્સ અભિનેત્રીની તસવીરોના વખાણ કરી રહ્યા છે અને દીપિકાના બેબી બમ્પને જોઈને એકદમ ખુશ થયા છે.


  • Follow us on: