• આમિર ખાનની પુત્રી ઇરા ખાને ઉદયપુરમાં પરંપરાગત લગ્ન કર્યા
  • મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી ઉદયપુરમાં પરંપરાગત લગ્ન કર્યા
  • પુત્રી ઇરાના લગ્નમાં આમિર ખાન ખૂબ જ ભાવુક થયા હતા

આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને નૂપુર શિખરના ઉદયપુરમાં ક્રિશ્ચિયન વેડિંગ યોજાઇ છે. કપલે મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી ઉદયપુરમાં પરંપરાગત લગ્ન કર્યા છે. ઇરાના લગ્નમાં આમિર ખાન ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાથી એક વીડિયોમાં આમિર ખાન પોતાના આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે.

દીકરી ઇરાના લગ્નમાં આમિર ખાન થયા ભાવુક

આમિર ખાનની પુત્રી ઇરા ખાનની ઉદયપુરમાં ગ્રાન્ડ ક્રિશ્ચિયન વેડિંગ યોજાઈ હતી. ઇરા ખાને અગાઉ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહી ચૂકેલા નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ઉદયપુરમાં યોજાયેલા ઇરા અને નૂપુરના ક્રિશ્ચિયન વેડિંગ સેરેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં આમિર ખાન પોતાના આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં, અભિનેતા તેની પૂર્વ પત્ની રીના દત્તા સાથે દુલ્હન બનેલી પુત્રી ઇરાના હાથ પકડી તેને લગ્ન માટે લઈ જતા જોવા મળે છે. આ દરમિયાન, અભિનેતા ફરી આંખોમાંથી આંસુ લૂછતો જોવા મળે છે.


ઇરા અને નૂપુરે કર્યા કોર્ટ મેરેજ

ઇરા ખાન અને નૂપુર શિખરેએ 3 જાન્યુઆરીએ મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ લગ્નમાં કપલના નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. આ લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. સાચા અર્થમા વર મિયા નુપુરે વેસ્ટ અને શોર્ટ્સ પહેરી 8 કિમી જોગિંગ કરી જાન લઈ પહોંચ્યા હતા. દુલ્હન ઇરાએ પણ તેના કોર્ટ મેરેજ દરમિયાન બ્લાઉઝ સાથે હેરમ પેન્ટ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. આવા અનોખા લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ઉદયપુરમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા

મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ ઇરા ખાન અને નૂપુર શિખર પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉદયપુર પહોંચી ગયા હતા. 8 જાન્યુઆરીથી મહેંદી સેરેમની સાથે કપલના પરંપરાગત લગ્નની શરૂઆત થઈ હતી. આ પછી 'હાઈ ટી' અને ડિનર પાર્ટી હતી. આ ઉપરાંત દંપતીએ તેમના મિત્રો અને સંબંધીઓ માટે સ્લમ્બર પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. 9 જાન્યુઆરીના રોજ ઇરા અને નૂપુરનું સંગીત ફંક્શન યોજાયુ હતું. આ પછી કપલે 10 જાન્યુઆરીએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.


ઇરા-નૂપુરનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે

આમિર ખાનની પુત્રી ઇરાએ કોર્ટ મેરેજ કરી હવે નૂપુર સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા છે. આમિર ખાન પણ તેની પુત્રીના ભવ્ય સ્વાગતની તૈયારી કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ઇરા અને નૂપુરની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી 13 જાન્યુઆરીએ યોજાશે. આ પાર્ટીમાં આમિર ખાને તેના તમામ બોલિવૂડ મિત્રો અને કો-સ્ટાર્સને આમંત્રિત કર્યા છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધીના તમામ સ્ટાર્સ આમિર ખાનની વ્હાલી પુત્રીના રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી શકે છે.

  • Follow us on: