- પ્રભાસ અને દીપિકા પાદુકોણની 'કલ્કિ 2898 એડી' જલ્દી આવશે
- 12 જાન્યુઆરીએ રીલિઝ થવાની હતી પ્રભાસ સ્ટારર આ પેન ઈન્ડિયા ફિલ્મ
- 15 જાન્યુઆરીએ ફિલ્મનું ટીઝર થશે રીલિઝ
પ્રભાસ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ને લઈને ફેન્સ એક્સાઈટેડ છે. આ ફિલ્મની રીલિઝની પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે. પહેલા આા ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું હતું. તેને પોસ્ટપોન કરીને પણ અનેક ન્યૂઝ સામે આવી રહ્યા છે. તેની ઓફિશિયલ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે જે 9 મેના રોજ નક્કી કરાઈ છે. આ દિવસે ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં આવશે. આ ફિલ્મ હિંદી સિવાય તેલૂગુમાં પણ આવશે.
કેટલામાં બની ફિલ્મ
600 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી 'કલ્કિ 2898 એડી'નું નામ પહેલા પ્રોજેક્ટ કે હતું. તેની એક ઝલક થોડા સમય પહેલા જોવા મળી હતી. જે ચર્ચાનો વિષય બન્યું હતું. પ્રભાસની જ્યાં આદિપુરુષ ફ્લોપ સાબિત થઈ ત્યાં સાલારએ તેને મદદ કરી. હવે આ મૂવીથી પણ તેની કરિયરને વધારે વેગ મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. રીલિઝ બાદ જ તેનો ખ્યાલ આવશે.
'કલ્કિ 2898 એડી' આ દિવસે થવાની હતી રીલિઝ
પહેલા કહેવામાં આવ્યું હતું કે સાયન્સ ફિક્શન ફિલ્મ 12 જાન્યુઆરીએ આવવાની હતી. હવે માર્ચ કે એપ્રિલ 2024માં રીલિઝ થઈ શકે છે. પણ હવે ફાઈનલ ડેટ 9 મેની આવી છે. તે વર્લ્ડવાઈડ્સ રીલિઝ થશે. તેનું ટીઝર, જેનો સમય 1 મિનિટ 23 સેકંડનો રહેશે. તે 15 જાન્યુઆરીએ આવશે. તેને સેન્સર બોર્ડે U/A સર્ટિફિકેટ આપીને પાસ કરી છે.
અમિતાભ અને દીપિકા સાથે પ્રભાસની મૂવી
પ્રભાસની સાથે જ્યાં અમિતાભ અને દીપિકાની પહેલી મૂવી છે પણ બંને પહેલા સાથે કામ કરી ચૂક્યા છે. એવામાં ત્રણેયની જોડી એક સ્ક્રીન પર જોવા માટે પણ દર્શકો એક્સાઈટેડ છે. આ પહેલા દીપિકા પાદુકોણ ફાઈટરમાં જોવા મળશે. આ ફિલ્મથી કોઈ ક્લેશ ન થાય, તેને માટે મેકર્સે Kalki 2898 AD ને પોસ્ટપોન કરી છે.