બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની ફિલ્મો કરતા તેના અંગત જીવનના રોમેન્ટિક સંબંધોને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ એક વાતતો નક્કી છે આજ સુધી અભિનેત્રીએ ક્યારેય ખુલ્લેઆમ તેના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. ઘણી વખત અભિનેતા આદિત્ય રોય કપૂર સાથેના તેના સંબંધોની અફવાઓ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. વર્ષ 2022માં તેમના સબંધો ચર્ચામાં આવ્યા અને 2024માં બંનેનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલી હતી.
તેમના કથિત સંબંધો દરમિયાન અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ઘણી વખત એકબીજાના સબંધોને ઈશારા કરતી વાતો શેર કરતા જોવા મળ્યા હતા. એકવાર અભિનેત્રીએ કરણ જોહરના ચેટ શોમાં પોતાને 'અનન્યા રોય કપૂર' કહી હતી જ્યારે આદિત્યએ પણ પોતાના નામમાં 'જોય' ઉમેરીને મજાક કરી હતી. પરંતુ હવે જ્યારે આ સંબંધ સમાપ્ત થઈ ગયો છે ત્યારે બંનેએ 'રેડ ફ્લેગ' વિશેના પોતાના અનુભવો શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
અનન્યાએ 'રેડ ફ્લેગ' વિશે આ વાત કહી
હાલનાં એક ઇન્ટરવ્યુમાં અનન્યાએ ખુલાસો કર્યો કે તેણીએ તેના સંબંધમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 'મારું વ્યક્તિત્વ લોકોને ખુશ કરે છે પરંતુ હવે મને લાગે છે કે તમે જે રીતે છો તે રીતે સ્વીકારવું જોઈએ. મેં મારી જાતને બદલી નાખી, બહાના બનાવ્યા પણ અંતે મને સમજાયું કે કોઈપણ સંબંધમાં પ્રામાણિકતા, આદર અને સ્વીકૃતિ મહત્વપૂર્ણ છે. મારા માટે 'રેડ ફ્લેગ' છે કે, છેતરપિંડી, જૂઠું બોલવું અને જાહેરમાં અનાદર.'
આદિત્ય રોય કપૂરે આપી પ્રતિક્રિયા
આ દરમિયાન આદિત્ય રોય કપૂરે તેની આગામી ફિલ્મ 'મેટ્રો ધીસ ડેઝ'ના ટ્રેલર લોન્ચ દરમિયાન આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. જ્યારે તેને રેડ અને ગ્રીનન ફ્લેગ અંગે પૂછવામાં આવ્યું તો તેણે હળવાશથી કહ્યું હતું કે, 'રેડ ફ્લેગ' ? કદાચ તે કોઈનો જેલ રેકોર્ડ હોઈ શકે છે અને ગ્રીન ફ્લેગ એ મારા માટે એક દયા છે. જો કોઈ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં દયાળુ રહે છે તો તે મારા માટે સૌથી મોટો ગુણ છે. ખાસ વાત એ છે કે બંનેના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે અનન્યા અને આદિત્ય હવે તેમના ભૂતકાળના સંબંધોને પાછળ છોડીને જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.