- ફેમસ એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહી છે
- હિનાને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે
- ફેન્સ હિનાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે
ફેમસ એક્ટ્રેસ હિના ખાન હાલમાં ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. એક્ટ્રેસ આ જીવલેણ બીમારીનો ખૂબ હિંમતથી સામનો કરી રહી છે. તેણે કીમોથેરાપી કરાવી છે. હાલમાં હિના ખાનને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક્ટ્રેસ પ્રાર્થના પણ કરી રહી છે. આનો એક ફોટો સામે આવ્યો છે. હિના ખાનને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારે ફેન્સની ચિંતા વધારી દીધી છે. લોકો એક્ટ્રેસના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હિનાએ આપી હતી માહિતી
થોડા દિવસો પહેલા હિના ખાને તેના બ્રેસ્ટ કેન્સરની માહિતી તેના ફેન્સ સાથે શેર કરી હતી. હિનાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેને સ્ટેજ થ્રી સ્ટેજ બ્રેસ્ટ કેન્સર છે. આ સમાચાર ઈન્ટરનેટ પર આવતા જ બધા હેરાન થઈ ગયા હતા. કોઈને વિશ્વાસ ન હતો કે હિનાને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. એક્ટ્રેસ તેના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે.
હિનાએ શેર કરી પોસ્ટ
હિના ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરતી વખતે એક્ટ્રેસે હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો છે, જેમાં હિના હોસ્પિટલના બેડ પર છે અને તેનો હાથ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતી વખતે હિનાએ તેના કેપ્શનમાં લખ્યું છે, જસ્ટ અનધર ડે દુઆ. હિનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ એક્ટ્રેસના ફેન્સ ફરી ચિંતિત થઈ ગયા.

ફેન્સે કરી પ્રાર્થના
હિનાના ફેન્સ તેના માટે પ્રાર્થના કરી. હાલમાં હિના ખાન કેન્સરની સારવાર લઈ રહી છે અને એક્ટ્રેસે તેની પ્રથમ કીમોથેરાપી પણ કરાવી છે. ગઈકાલે, એક્ટ્રેસે લોકો સાથે કીમોથેરાપી પછીના તેના પહેલા શૂટ વિશેની માહિતી શેર કરી હતી. જ્યારે હિનાએ ફરીથી હોસ્પિટલમાંથી ફોટો શેર કર્યો, ત્યારે ફેન્સ ફરી ચિંતિત થઈ ગયા.
Image - Instagram