બેંગલુરુ એરપોર્ટ પર ગેરકાયદે સોનાની તસ્કરી કરતા દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી હતી. અને તેને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ત્યારે રાન્યાની ધરપકડ બાદની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. આ કેસમાં, આર્થિક ગુના કોર્ટે તેમની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જેના કારણે તેમની કાનૂની સ્થિતિ હાલમાં અનિશ્ચિત છે.


ધરપકડ બાદ રાન્યાની પ્રથમ તસ્વીર

રાન્યા રાવના વકીલે ડીઆરઆઈના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે એજન્સીને અગાઉ તેમની પૂછપરછ કરવાની હતી. ત્યારે તેઓએ તેમ ન કર્યું અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે રાન્યાએ જામીન માટે અરજી કરી છે. ત્યારે અચાનક તેની કસ્ટડીની માંગણી કરવામાં આવી રહી છે. જે અત્યંત શંકાસ્પદ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIએ રાન્યા રાવ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે તે આ વર્ષે 27 વખત દુબઈ ગઈ છે. જે તેની સામેની શંકાને વધુ ગાઢ બનાવે છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન DRIના વકીલે કહ્યું કે કેસના તળિયે જવા અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કેવી રીતે થયું અને સોનાની દાણચોરીનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું તે સમજવા માટે તેમની કસ્ટડી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાન્યાના વકીલે DRIના વલણ પર સવાલ ઉઠાવ્યા

તે જ સમયે, રાણ્યા રાવના વકીલે ડીઆરઆઈના વલણ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જ્યારે એજન્સીને અગાઉ તેમની પૂછપરછ કરવાની હતી, ત્યારે તેઓએ તેમ કર્યું નહીં અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. હવે જ્યારે તેણે જામીન માટે અરજી કરી છે, ત્યારે અચાનક તેની કસ્ટડીની માંગણી કરવામાં આવી રહી છે, જે અત્યંત શંકાસ્પદ છે. રાન્યા રાવના વકીલે એમ પણ કહ્યું કે તેમનું લેપટોપ પહેલાથી જ જપ્ત કરવામાં આવ્યું છે અને ડેટા એજન્સી પાસે છે. આવી સ્થિતિમાં, ફરીથી કસ્ટડીની જરૂર કેમ પડી, તે સમજની બહાર છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં, બધાની નજર હવે શુક્રવારે આવનારા જામીનના નિર્ણય પર ટકેલી છે. આ મામલો સતત હેડલાઇન્સ બનાવી રહ્યો છે અને રાન્યાની ધરપકડ બાદ ફિલ્મ ઉદ્યોગમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ રીતે કરાઇ રાન્યાની ધરપકડ

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. બસવરાજુ નામનો એક પોલીસ કોન્સ્ટેબલ એરપોર્ટ પર તેમને મદદ કરવા માટે પહેલેથી જ તૈયાર હતો. તેની મદદથી, અભિનેત્રીએ સુરક્ષા તપાસમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ DRI ટીમ પહેલાથી જ તેના પર નજર રાખી રહી હતી. જેમણે તેને રોકી અને સોનાના કન્સાઇનમેન્ટ સાથે રંગે હાથે પકડી લીધી હતી. 

  • Follow us on: