દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવ પર 12 કરોડ રૂપિયાની સોનાની તસ્કરીનો આરોપ લાગ્યો છે. અને તેને જેલમાં ધકેલાઇ છે. પરંતુ શું તમે જાણો છો બોલીવુડની અમુક હિરોઇન પણ જેલની હવા ખાઇ ચુકી છે. હાલના દિવસોમાં રાન્યા રાવ ચર્ચાનો વિષય છે. તેણી પાસેથી દુબઇથી 12 કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યુ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાન્યા રાવ સિવાય આ અભિનેત્રીઓ પણ જઇ ચુકી જેલ
બેંગ્લુરુ એરુપોર્ટ પરથી દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. અને હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. તેણે અન્ય કેટલા સ્થળોએ સોનાની તસ્કરીઓ કરી છે તે મામલે તપાસ શરુ છે. પરંતુ અમે તમને આજે બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ જેલ દર્શન કરી ચુક્યા છે. આ અભિનેત્રીઓ વિવિધ કેસમાં જેલમાં ધકેલવામાં આવી હતી.
શ્વેતા બાસુ
શબાના આઝમીની ફિલ્મ મકડીમાં હાળ કલાકાર તરીકે કામ કરનાર શ્વેતા બાસુ જેલમાં જઇ ચુકી છે. શ્વેતા બાસુએ ટેલિવિઝન સિરીયલમાં પણ કામ કર્યુ છે. શ્વેતાનું નામ દેહ વ્યાપારમાં સામે આવ્યુ હતુ. આ મામલામાં તેને જેલમાં મોકલવામાં આવી હતી. પરંતુ બાદમાં ક્લીન ચિટ મળતા તેને મુક્ત કરાઇ હતી.
સોનાલી બેન્દ્રે
બોલીવુડની ટોપ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ જેલ દર્શન કરી ચુકી છે. તેના પર ધઆર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. વર્ષ 2001માં તેને આ મામલે જેલમાં મોકલવામાં આવી હતી. પરંતુ બાદમાં નિર્દોષ સાબિત થતા તેને મુક્ત કરાઇ હતી.
અલ્કા કૌશલ
અલ્કા કૌશલે ફિલ્મની સાથે ટીવી સિરીયલમાં પણ કામ કર્યુ છે. આ અભિનેત્રીને ચેક બાઉન્સ મામલામાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમની સાથે તેમની માતાને પણ સજા અપાઇ હતી.
રિયા ચક્રવર્તી
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગાળ્યો કસાયો હતો. ડ્રગ્સ એન્ગલમાં તેની ધરપકડ કરાઇ હતી. અને બાદમાં 6 અઠવાડિયા માટે તેને જેલમાં મોકલવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને મુક્ત કરાઇ હતી. આ કેસમાં રિયાની સાથે તેનો ભાઇ પણ પકડાયો હતો.
મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણી 90ના દશકની ટોપની અભિનેત્રી હતી. પરંતુ આ સમયે તેનું નામ ગેંગ્સ્ટર્સ અને ડ્રગ્સ માફિયા સાથે જોડાયું હતુ. વર્ષ 2014માં મમતાને ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કેન્યાની ધરપકડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેઓ લિવ ઇનમાં રહેતા હતા.