કોફી વિથ કરણમાં જોવા મળી અનન્યા
રિલેશનને લઇ કરી વાત
સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે આગામી ફિલ્મ
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં કોફી વિથ કરણ સીઝન 8માં જોવા મળી હતી. આ દરમિયાન, તેણે તેના ભૂતકાળ અને વર્તમાન રિલેશન વિશે ઘણા રહસ્યો ખોલ્યા. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે આદિત્ય રોય કપૂર સાથે તેના કેવા સંબંધો છે. આ દરમિયાન અનન્યા પાંડેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે કંઈક એવું પહેર્યું હતું જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
તાજેતરમાં અનન્યા પાંડે બાંદ્રામાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે ગ્રે કલરનું ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. આ સમય દરમિયાન, તેના જીન્સ પર પ્રાઇસ ટેગ લટકતો હતો જેને તે વારંવાર છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. એટલું જ નહીં, તેણે જે ટી-શર્ટ પહેરી હતી તે આદિત્ય રોય કપૂરની હતી.
આદિત્ય રોય કપૂરની ટીશર્ટ
આ પહેલા આદિત્ય રોય કપૂર આ ટી-શર્ટ સાથે સ્પોટ થઈ ચૂક્યો છે. અનન્યા અને આદિત્યને સમાન ટી-શર્ટ પહેરેલા જોઈને લોકો તેને કપલ ગોલ કહી રહ્યા છે. નેટીજન્સ અંદાજો લગાવી રહ્યાં છે કે આદિત્ય અને અનન્યા રિલેશનશિપમાં છે. તો કેટલાક લોકો અનન્યા પાંડેને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે અનન્યાને ખબર નથી કે તેણે શું અને ક્યારે પહેર્યું છે.
ફેન્સ કરી રહ્યાં છે કોમેન્ટ
અનન્યા પાંડેના વીડિયો પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, પ્રાઇસ ટેગ લટકી રહ્યું છે અને તેના વિશે તેને જાણ પણ નથી. એકે લખ્યું, 'તે આદિત્યની ટી-શર્ટ પહેરીને આવી છે, કંઈક તો ગડબડ છે.' જોકે કેટલાક ચાહકો તેને લવ બર્ડ્સ કહે છે. એક ફેને લખ્યું, 'તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.'
અનન્યા પાંડેનુ વર્કફ્રંટ
અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં જોવા મળી હતી. જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ પછી, અભિનેત્રી ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરશે.













