- આફતાબની ડ્રગ્સની લત છોડાવવા ઈચ્છતી હતી શ્રદ્ધા
- શ્રદ્ધાનો બોયફ્રેન્ડ છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો હતો
- શ્રદ્ધાએ દિલ્હી આવ્યા બાદકોઈ કોન્ટેક્ટ કર્યો ન હતો
આફતાબ અમીન પૂનાવાલાને ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોલ્કરની હત્યાની પોલીસ સામે કબૂલાત કરી છે. પરંતુ કેસ ઉકેલાવવાનું નામ લઈ રહ્યો નથી. આફતાબ અને શ્રદ્ધા લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. આ વર્ષે બંને દિલ્હી આવ્યા હતા. મહરૌલીમાં ભાડાના ફ્લેટમાં તેઓ રહેતા હતા. બંનેની વચ્ચે ખાસ કરીને ઝઘડા થતા રહેતા પણ 18મેના જ્યારે બંનેનો લગ્નની વાત પર ઝઘડો થયો તો આફતાબે શ્રદ્ધાની હત્યા કરી. આ પછી તેણે શ્રદ્ધાની બોડીના 35 ટુકડા કર્યા અને અલગ અલગ જગ્યાઓએ ફેંકી દીધા, જેથી તે પકડાઈ ન જાય.
ટીવી એક્ટરે લાવ્યો કેસમાં નવો વળાંક
હવે આ કેસમાં નવું અપડેટ આવ્યું છે કે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવામા આવશે. આ સમયે ટીવી એક્ટર ઈમરાન નાઝિર ખાને કેટલાક શોકિંગ ખુલાસા કર્યા છે. શ્રદ્ધા વોલ્કર તેમની દોસ્ત હતી. તેમનું કહેવું છે કે શ્રદ્ધા વોલ્કરે 2 વર્ષ પહેલા કહ્યું હતું તે તેમનો બોયફ્રેન્ડ ડ્રગ્સ લે છે અને તેની આ લતને છોડાવવા ઈચ્છે છે. ઈમરાન પાસે શ્રદ્ધાએ મદદ માંગી હતી. તેણે કહ્યું કે શ્રદ્ધાનો બોયફ્રેન્ડ છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે એક ખરાબ જિંદગી જીવી રહી છે. આફતાબ ડ્રગ એડિક્ટ છે અને તેણે મને રિહેબ સેન્ટર માટે પણ પૂછ્યું હતું. ઈમરાને અનેક યુવાઓની ડ્રગ્સની લતથી બહાર આવવામાં મદદ કરી છે. તેઓએ શ્રદ્ધાને વાયદો કર્યો હતો કે તેઓ તેની પણ મદદ કરશે પણ શ્રદ્ધાએ દિલ્હી આવ્યા બાદ પણ ઈમરાનનો કોઈ કોન્ટેક્ટ કર્યો નથી.
કોણ છે ઈમરાન નાઝિર ખાન
ઈમરાન નાઝિર ખાન ટીવીના અનેક પોપ્યુલર શોમાં જોવા મળ્યા છે. તેઓ ગઠબંધન, અલાદીનઃ નામ તો સુના હોગા, મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ, હમારી બહુ સિલ્ક, મેડમ સર સહિત અન્ય અનેક શો સામેલ છે. ઈમરાન પોપ્યુલર સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએસર છે. ડિજિટલ પ્રમોટર અને વીડિયો બ્લોગર પણ છે. તેઓએ તમિલ, તેલૂગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેઓએ 500થી વધુ પ્રિંટ શૂટ્સ કર્યા છે. 200થી વધુ રેમ્પ વોક્સ કર્યા છે. તેઓ અનેક મોટા ફેશન ડિઝાઈનર્સ માટે રેમ્પ વોક કરી ચૂક્યા છે. એડ ફિલ્મ્સનો આ જાણીતો ચહેરો છે. અનેક મ્યુઝિક વીડિયોઝનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. અનેક એનજીઓના માટે પણ ઈમરાન કામ કરે છે. તે મોટા સોશિયલ વર્કર છે. સ્ટ્રીટ પર દેખાતા નાના બાળકોને તે એજ્યુકેશન માટે જાગરુક કરે છે. તેમની મેડિકલ એક્સપિરિયન્સનો પણ તેઓ ખર્ચ ઉઠાવે છે.