- શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં
- શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા
- શ્રદ્ધાની કઝીન જનાઈ ભોસલેએ રાહુલ મોદીને કર્યો અનફોલો
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકે છૂટાછેડાની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી ત્યાર બાદ અભિષક બચ્ચન અને એશ્વર્યા રાય વચ્ચે અણબનાવના અહેવાલ છે. આ બધાની વચ્ચે હવે બોલીવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. એક તરફ અભિનેત્રી તેની આગામી ફિલ્મ સ્ત્રી 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે તો બીજી તરફ તેના રાહુલ મોદી સાથે બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે.
બંનેનું બ્રેકઅપ થઈ ગયું!
હાલમાં જ શ્રદ્ધા કપૂરે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રાહુલ મોદી સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધો છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો, શ્રદ્ધા કપૂરની કઝીન જનાઈ ભોસલેએ પણ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરેખર બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપના થોડા દિવસો બાદ શ્રદ્ધાના પિતરાઈ ભાઈએ પણ રાહુલને અનફોલો કરી દીધો છે જે સમાચાર સાચા સાબિત થઈ રહ્યા છે.
બંને છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરતા
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા. જો રિપોર્ટ્સનું માનીએ તો બંને છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં જ તેમના સંબંધોને સત્તાવાર બનાવવાના હતા. પરંતુ આ પહેલા જ બંને અલગ થઈ ગયા હતા. જોકે અત્યાર સુધી અભિનેત્રીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
શ્રદ્ધા કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સ્ત્રી 2 માટે ચર્ચામાં છે. અભિનેત્રીના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે રાજકુમાર રાવ ફરી એકવાર લીડ રોલમાં જોવા મળશે. સ્ત્રી 2 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.