• સુપરસ્ટાર શ્રીદેવીની આજે 61મી જન્મજયંતિ
  • બોની કપૂરે સ્વર્ગસ્થ પત્નીની તસવીર શેર કરી
  • બોની કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કે, હેપ્પી બર્થડે માય જાન

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની આજે 61મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુમાં થયો હતો. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમનો પરિવાર તેમને યાદ કરીને ભાવુક થઈ રહ્યો છે. બોની કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેની સ્વર્ગસ્થ પત્નીની એક સુંદર તસવીર શેર કરી છે.

હેપ્પી બર્થડે માય જાન: બોની કપૂર

શ્રીદેવીની તસવીર શેર કરતી વખતે બોની કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કે, હેપ્પી બર્થડે માય જાન. બોની કપૂરની આ પોસ્ટ પર ઘણા લોકો તરફથી કોમેન્ટ આવી છે,તેઓ શ્રીદેવીને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રીદેવીની જગ્યા કોઈ લઈ શકે નહીં. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, 'તમે મને રડાવી દીધો.' આ તસવીર પર ઘણી કોમેન્ટ્સ આવી છે અને લોકોએ દરેક વસ્તુ પર હાર્ટ ઈમોટિકન્સ પોસ્ટ કર્યા છે.

ખુશી કપૂરે તેની માતા સાથે બાળપણની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરમાં જ્હાન્વી ક્યૂટ ફેસ કરતી જોવા મળી રહી છે.

શ્રીદેવી માટે પહેલી પત્ની સાથેનો સંબંધ તોડ્યા

તમને જણાવી દઈએ કે શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન વિવાદોથી ભરેલા હતા પરંતુ બોની કપૂર તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને આજે પણ કરે છે. શ્રીદેવી વિશે વાત કરતી વખતે તે ઘણીવાર ભાવુક થતો જોવા મળે છે. બોની કપૂરે પોતાની પહેલી પત્ની મોના કપૂરને શ્રીદેવી માટે છોડી દીધી હતી. જેની સાથે તેને બે બાળકો છે અભિનેતા અર્જુન કપૂર અને અંશુલા કપૂર. બોનીએ 2 જૂન 1996ના રોજ શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને તેમને બે દીકરીઓ છે જાહ્નવી કપૂર અને ખુશી કપૂર. બંને દીકરીઓ પોતાની માતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા તૈયાર છે.

શ્રીદેવીએ પરિવાર માટે પોતાનું કરિયર છોડી દીધું હતું

લગ્ન પછી શ્રીદેવીએ પોતાના પરિવાર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને અભિનય છોડી દીધો હતો. તેણે વર્ષો સુધી મોટા પડદાથી અંતર જાળવી રાખ્યું અને પછી 2012માં તેણે પુનરાગમન કર્યું હતું. તે 'ઈંગ્લિશ વિંગ્લિશ'માં જોવા મળી હતી અને આ પછી તેણે ફિલ્મ 'મોમ' કરી હતી જે વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. વર્ષ 2018માં જ્યારે તેણીનું નિધન થયું ત્યારે તેણી તેની કારકિર્દીની બીજી ઇનિંગમાં અજાયબીઓ કરી રહી હતી. 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું તે બાથરૂમના બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી.

  • Follow us on: