- સોનાક્ષી સિંહા અને ઝહીરના લગ્નને એક મહિનાથી વધુ સમય થયો
- વેડિંગ ડ્રેસ પસંદ કરવામાં 5 મિનિટનો સમય લાગ્યો : સોનાક્ષી સિંહા
- હું મારા લગ્નમાં મારી માતાની સાડી અને તેમના ઘરેણાં પહેરવા માંગતી હતી
સોનાક્ષી સિંહા અને ઝહીરના લગ્નને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંનેએ થોડા સમય પહેલા તેમની એક મહિનાની એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. હાલમાં જ અભિનેત્રી Hyundai FDCI India Couture Week 2024માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
સોનાક્ષી સિંહાએ શા માટે સિમ્પલ વેડિંગ પસંદ કર્યો?
અહીં તેણીએ ડિઝાઇનર ડોલી જેના નવીનતમ સંગ્રહ 'લા વિયે એન રોઝ' માટે રેમ્પ વોક કર્યું. ત્યાર બાદ તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી. અહીં સોનાક્ષી સિંહાએ પણ પોતાના લગ્ન સાથે જોડાયેલ રહસ્ય લોકો સાથે શેર કર્યું હતું. 'હીરામંડી' સ્ટાર સોનાક્ષી સિંહાએ ગયા મહિને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. લગ્નના એક મહિના બાદ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેણે શા માટે તેના લગ્ન માટે સાદો વેડિંગ ડ્રેસ પસંદ કર્યો હતો.
સોનાક્ષી સિંહાએ પોતાના લગ્નનું રહસ્ય શેર કર્યું
પોતાના લગ્નના પોશાકનું રહસ્ય લોકો સાથે શેર કરતી વખતે સોનાક્ષી સિહાએ કહ્યું હતું કે, અમારો પોશાક પસંદ કરવામાં અમને 5 મિનિટનો સમય લાગ્યો હતો. મારા મગજમાં તે ખૂબ જ સ્પષ્ટ હતું કે હું મારા લગ્નમાં મારી માતાની સાડી અને તેમના ઘરેણાં પહેરવા માંગતી હતી. મેં તે બરાબર કર્યું હતું અને હું એકદમ સ્પષ્ટ હતું કે, મારે લાલ સાડી (મારા રિસેપ્શનમાં) પહેરવી છે. આ બધું મારા મગજમાં હતું અને અમે તે દિવસે બધુ નક્કી કર્યું હતું.
https://www.instagram.com/p/C8og5phIoBR/
સોનાક્ષી સિંહાએ વધુમાં કહ્યું હતું કે શરૂઆતથી જ તેને લાગ્યું કે સાદી બ્રાઈડલ ફેશન બાદ આવવી જોઈએ. એક સાદી અને સુંદર કન્યા બનીને તેણે આ માટે એક દાખલો બેસાડ્યો છે અને તેને લાગે છે કે આવનારા સમયમાં આ એક ટ્રેન્ડ બનવા જઈ રહ્યો છે.
સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ
સોનાક્ષીએ પોતાના લગ્નમાં માતા પૂનમ સિંહાની સાડી અને જ્વેલરી પહેરી હતી. તેણીએ આકર્ષક બન સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો જ્યારે ઝહીર ઇકબાલે એમ્બ્રોઇડરી કરેલ કુર્તા-પાયજામા પહેર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ 'હાઉસફુલ-5'માં જોવા મળી શકે છે.