• બ્રાઝિલિયન સિંગર કેમિલા કેમ્પસે કેન્સર હોવાની માહિતી શેર કરી

  • કેમિલા કેમ્પસના પરિવારને પણ ભારે આઘાત લાગ્યો હતો
  • સિંગરે શેર કર્યું કે તે સ્ટેજ 4 જીવલેણ કેન્સરનો સામનો કરી રહી છે

પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાનના કેન્સરના સમાચારે તમામ ફેન્સને દુઃખી કરી દીધા હતા. હિનાના આ સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં બધા ચોંકી ગયા હતા અને અભિનેત્રી ત્રીજા તબક્કાના સ્તન કેન્સર સામે લડી રહી છે ત્યાર બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે એક સિંગર ચોથા સ્ટેજના કેન્સરથી પીડિત છે. ફેન્સ હજી હિના ખાનના આઘાતમાંથી બહાર આવ્યા ન હતા કે પ્રખ્યાત ગાયિકાએ કેન્સર હોવાની માહિતી શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

કેન્સરના સ્ટેજ 4માં છે સિંગર

હિના ખાન અવારનવાર પોસ્ટ કરીને ફેન્સને તેનું હેલ્થ અપડેટ આપી રહી છે અને તેની આ પીડાદાયક પરિસ્થિતિમાં હિંમત પૂર્વક સામનો કરી રહી હોય એવી પોસ્ટ શેર કરી રહી છે. હકીકતમાં 29 વર્ષની પ્રખ્યાત બ્રાઝિલિયન સિંગર કેમિલા કેમ્પસ હાલમાં 7 મહિનાની ગર્ભવતી છે જ્યારે સિંગરે શેર કર્યું કે તે સ્ટેજ 4 જીવલેણ કેન્સરનો સામનો કરી રહી છે ત્યારે ફેન્સનું દિલ તૂટી ગયું હતું.

સિંગર તેના બીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી હતી જ્યારે તેણીને ખબર પડી કે તે ખતરનાક કેન્સરનો શિકાર બની ગયો છે. આ સમાચારે માત્ર સિંગર જ નહીં પરંતુ તેના તમામ ફેન્સને પણ આંચકો આપ્યો હતો. કેમિલા કેમ્પસના પરિવારને પણ ભારે આઘાત લાગ્યો હતો. આ સમાચાર સાંભળ્યા બાદ તેના ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

કેમિલા ભાવુક થઈને પોસ્ટ કરી

કેમિલા કેમ્પોસે પોતાના તમામ ફેન્સ સાથે તેના Instagram એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં તેને ખબર પડી કે તે બ્રેસ્ટ કેન્સર જેવી ખતરનાક બીમારીનો સામનો કરી રહી છે. તેને સ્ટેજ 4 કેન્સર છે જેનો અર્થ છે કે ગાંઠ તેના શરીરમાં હાડકાંમાં ફેલાઈ ચૂકી છે. તેણી હાલમાં 7 મહિનાની ગર્ભવતી છે તેથી તેના ગર્ભસ્થ બાળક પર ગાંઠની નકારાત્મક અસર થવાની સંભાવના છે,.શક્ય છે કે બાળક મોટું ન થાય. સિંગરે તેની પોસ્ટમાં ભાવનાત્મક રીતે કહ્યું છે કે 'હું આશા રાખું છું કે મારા ગર્ભમાં રહેલા મારા બાળકની તબિયત સારી હશે. કારણ કે સ્તન કેન્સર હજુ ગર્ભમાં ફેલાયું નથી. જો કે ડોક્ટરો કહી રહ્યા છે કે ભવિષ્યમાં આ શક્ય છે.

કીમોથેરાપીને કારણે સિંગરના વાળ ખર્યા

પોતાની પોસ્ટમાં જ સિંગરે જણાવ્યું છે કે 'કેન્સરને કારણે તેના માથા પરના વાળ પણ ખરવા લાગ્યા છે. કીમોથેરાપી એક એવી પ્રક્રિયા છે જે ઘણી પીડાનું કારણ બને છે. આવી સ્થિતિમાં, તે તેમની ગર્ભાવસ્થાને પણ અસર કરી શકે છે. તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી બાળકના શારીરિક અંગો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

કેમિલા કેમ્પોસ ફૂટબોલર સાથે લગ્ન કર્યા

તમને જણાવી દઈએ કે કેમિલા કેમ્પસે ફૂટબોલ સ્ટાર લિયો જગુઆરો સાથે લગ્ન કર્યા હતા. બંનેને પહેલેથી જ બેલા નામની પુત્રી છે. હવે કપલ તેમના બીજા બાળકની રાહ જોઈ રહ્યું છે. હાલમાં સિંગરની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં તેના ફેન્સે પણ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. ફેન્સ તેમના ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી છે.


  • Follow us on: