• અભિષેક બચ્ચન સોશિયલ મીડિયાથી પુત્રી આરાધ્યાને દૂર રાખવા માંગે છે

  • હું લોકોને સોશિયલ મીડિયા પર દરેક વાતની આઝાદી ન આપી શકું
  • મારા માતા-પિતા, હું અને મારી પત્ની સાર્વજનિક વ્યક્તિઓ છીએ:અભિષેક

બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન લાંબા સમયથી અલગ-અલગ પાત્રો ભજવી રહ્યા છે. સાથે જ અભિનેતા ફ્લોપ ફિલ્મોને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થાયો છે. અભિષેક બચ્ચને પોતાની લાડલી અંગે લાંબા સમય બાદ ખુલ્લેઆમ વાત કરી હતી.

અભિષેક બચ્ચને આરાધ્યાને લઈ આ વાત કહી

અભિષેક બચ્ચનને તેની ફિલ્મ હોય કે કોઈપણ મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે ત્યારે તે આ અંગે ખુલ્લા દિલે વાત કરે છે. અભિનેતાએ કહ્યું હતું કે તે પુત્રી આરાધ્યાને સોશિયલ મીડિયાથી અને તમામ વસ્તુઓથી દૂર રાખવા માંગે છે. 'હું સોશિયલ મીડિયા પર એવી કેટલીક વસ્તુઓ છે જે મને આનંદ આપે છે. તેથી હું આવતી રમૂજ વાતો અને માહિતીનો આનંદ માણું છું. સાથે જ સોશિયલ મીડિયા એવી ઘણી વસ્તુઓ છે તે આપણા જીવનમાં ટાઈમપાસ સમાન છે તેથી આવી વસ્તુઓને હું સખતપણે અવણું છું તેથી મને લાગે છે કે આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.'

અમે સાર્વજનિક વ્યક્તિઓ છીએ

અભિષેક બચ્ચને વધુમાં કહ્યું હતું કે, 'હું લોકોને ઈન્ટરનેટ પર દરેક વાતની આઝાદી ન આપી શકું. જો મને લાગે છે આ બાબત પર મારે સીમા લાદવાની જરૂર છે તો હું ચોક્કસપણે લાદીશ. સાથે જ તેણે કહ્યં હતું કે, સોશિયલ મીડિયા પર મારા વિશે ચર્ચા કરવાનો કોઈને અધિકાર નથી. મારા માતા-પિતા હોય કે મારી મારી પત્ની અમે બધા સાર્વજનિક વ્યક્તિઓ છીએ તેથી મને લાગે છે કે તમે તેના અંગે વાત કરી શકો છો પરંતુ તેની પણ એક મર્યાદા છે.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આખા બચ્ચન પરિવારે હાજરી આપી હતી. આ દરમિયાન એશ્વર્યા બચ્ચન પરિવાર સાથે પહોંચી નહોતી અને બચ્ચન પરિવારમાં કંકાસ હોવાના સમાચાર ફેલાયા હતા. લોકો પણ કહી રહ્યા છે કે, કપલ વચ્ચે કંઈક બરાબર નથી.જોકે, હજી સુધી ઐશ્વર્યા અને અભિષેક તરફથી કોઈપણ પ્રતિક્રિયા સામે આવી નથી.


  • Follow us on: