- અક્ષય કુમારે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં ટીમ ખરીદી
- અભિનેતાને આશા છે કે 2024 તેના માટે લકી સાબિત થશે
- સિંઘમ અગેનમાં કેમિયો કરતો જોવા મળશે અક્ષય કુમાર
બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમાર એક્ટિંગની સાથે સાથે ક્રિકેટમાં પણ ઘણો રસ ધરાવે છે. ઘણા સેલિબ્રિટી ક્રિકેટ ટીમના માલિક પણ છે. જેમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને જૂહી ચાવલાનું નામ શામેલ છે. હવે આ લિસ્ટમાં અક્ષય કુમારનું નામ પણ શામેલ થઇ ગયું છે. હવે અક્ષય કુમાર પણ એક ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે.
આ ક્રિકેટ ટીમનો માલિક બન્યો અક્ષય કુમાર
તાજેતરમાં અક્ષય કુમારે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં શ્રીનગરની ટીમ ખરીદી છે, જે પ્રથમ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે. જે 2 માર્ચથી રમાવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર સ્પોર્ટસ અને માર્શલ આર્ટ સાથે ઉંડો લગાવ ધરાવે છે. એક રિપોર્ટ અનુસાર પોતાના નવા સાહસ વિશે વાત કરતા અક્ષય કુમારે કહ્યું, “હું ISPL અને શ્રીનગર ટીમનો ભાગ બનીને રોમાંચિત છું. આ ટુર્નામેન્ટ ક્રિકેટની દુનિયામાં ગેમ-ચેન્જર બનવાનું વચન આપે છે અને હું આ અનોખા રમતગમતના પ્રયાસમાં મોખરે રહેવા આતુર છું." અક્ષય કુમારે પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ક્રિકેટ ટીમના માલિક બનવાના નિર્ણયની જાહેરાત કરી છે.
અક્ષય કુમારનું વર્કફ્રંટ
અક્ષય કુમારના વર્કફ્રંટની વાત કરીયે તો અભિનેતા આ સમયે પોતાની હીટની રાહ જોઇ રહ્યો છે. તેમની છેલ્લી ફિલ્મ મિશન રાનીગંજ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. જ્યારે અભિનેતાને આશા છે કે 2024 તેના માટે લકી સાબિત થશે. તમને જણાવી દઇએ કે આગામી વર્ષમાં અક્ષય કુમારની પહેલી રિલીઝ થનારી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ઙશે જે એપ્રિલમાં ઇદ પર રિલીઝ થશે.
આ ફિલ્મમાં તેમની સાથે ટાઈગર શ્રોફ પણ હશે અને આશા રાખી શકાય છે કે ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ એક્શન સિક્વન્સ હશે. અક્ષય આગળ રોહિત શેટ્ટીની સિંઘમ અગેનમાં કેમિયો કરતો જોવા મળશે, જ્યાં તે વીર સૂર્યવંશીની ભૂમિકા ભજવશે જે અજય દેવગનને જેકી શ્રોફના પાત્ર સામે તેના મિશનમાં મદદ કરશે. તેની પાસે ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મ પણ છે.