• ફિલ્મે રિલીઝના 6 દિવસમાં કરી 300 કરોડની કમાણી
  • બોબી દેઓલ અને રણબીરના રોલના ફેન્સ કરી રહ્યા છે વખાણ
  • બોબીનો મોતનો સીન જોઈ માતા થઈ ભાવુક, કહ્યું આવું મારાથી નથી જોવાતું

'એનિમલ' ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ 300 કરોડનો આંક પાર કર્યો છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં રણબીર કપૂરના સિવાય બોબી દેઓલના ખૂંખાર રોલના પણ ફેન્સ વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં વિલનનો રોલ કર્યા બાદ બોબીએ પોતાના પરફોર્મન્સથી અનેક લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. આ સાથે તેણે ખુલાસો કર્યો છે કે તેની આ ફિલ્મ તેની માતાએ જોઈ અને જાણો શું રીએક્શન આપ્યું.

'એનિમલ' જોઈને બોબીની માતા પ્રકાશ કૌરનું આવું હતું રિએક્શન

'એનિમલ'માં બોબીની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં એક્ટરનો રોલ નાનો છે પણ બોબીએ પોતાના પરફોર્મન્સથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. એક ઈન્ટરવ્યૂમાં બોબીએ ખુલાસો કર્યો કે તેની માતા પ્રકાશ કૌરે જ્યારે 'એનિમલ' જોઈ તો તેમનું રીએક્શન કેવું હતું. બોબીએ કહ્યું કે ફિલ્મમાં તેમના મોતનો સીન જોઈને તેની માતાએ તેમને કહ્યું કે આવી ફિલ્મો ન કર...મારાથી નથી જોવાતું...આની પર બોબીએ પોતાની માતાને સમજાવ્યું કે આ ફિલ્મનો સીન છે અને તે તેમની સામે ઊભા રહ્યા. બોબી કહે છે કે 'એનિમલ'માં તેના પરફોર્મન્સથી તેની માતા ખુશ છે. તેણે વધુમાં કહ્યું કે તેની માતાએ કહ્યું કે મારી તમામ મિત્રો તને મળવા ઈચ્છે છે.

'એનિમલ' બોક્સ ઓફિસ પર મચાવી રહી છે કહેર

ઉલ્લેખનીય છે કે 'એનિમલ'ને દર્શકોનો ખાસ રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો રિલીઝના 6 દિવસમાં તેણે 300 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે અને ઈતિહાસ બનાવ્યો છે. આ સાથે ફિલ્મે શાહરૂખની પઠાણ (2.25 કરોડ) અને જવાન (24 કરોડ)ના છઠ્ઠા દિવસના કલેક્શનનો રેકોર્ડ પણ તોડ્યો છે. ફિલ્મ હવે 400 કરોડ રૂપિયાના કલેક્શન તરફ આગળ વધી રહી છે. આશા છે કે વીકેન્ડ સુધી 'એનિમલ' આ માઈલ સ્ટોનને પાર કરશે. તો ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 500 કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે 'એનિમલ'ને સંદીપ રેડ્ડી વાંગાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને અનિલ કપૂરે ખાસ રોલ નીભાવ્યો છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. 

  • Follow us on: