- જાન્યુઆરીમાં OTT પર થઇ શકે છે રિલીઝ
- રણબીર કપૂરની એક્ટિંગના લોકોએ કર્યા વખાણ
- ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડશે એનિમલ
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને લઈને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂરની જોરદાર એક્ટિંગે લોકોના હોશ ઉડાવી દીધા છે. ઘણા લોકો ફિલ્મની OTT રિલીઝની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એનિમલના OTT રિલીઝને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે.
આ તારીખે OTT પર થઇ શકે છે રિલીઝ
દરેક વ્યક્તિ એ વાતથી વાકેફ છે કે એનિમલના OTT રાઇટ્સ Netflix પાસે છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના 45-60 દિવસ પછી OTT પર રિલીઝ થાય છે. તદનુસાર, એનિમલ 14 કે 15 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી શકશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બોક્સ ઓફિસ પર ધામલ મચાવી રહી છે ફિલ્મ
એનિમલના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ ઘણી કમાણી કરી રહી છે અને તેની સાથે તે ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી રહી છે. 'એનિમલે' તેની રિલીઝના ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર 230 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. હવે આ ફિલ્મ 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાથી થોડાક જ ડગલાં દૂર છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને જોતા એમ કહેવું ખોટું નથી કે આ ફિલ્મ બહુ જલ્દી ઈતિહાસ રચવા જઈ રહી છે.
લોકોનો મિક્સ પ્રતિસાદ
જ્યાં એક તરફ લોકો સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો ફિલ્મની ટીકા પણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ફિલ્મમાં વધુ પડતી હિંસા બતાવવામાં આવી છે.