• ફિલ્મ 22 ડિસેમ્બરે થિયેટર્સમાં થશે રીલિઝ
  • હાઈ વોલ્ટેજ એક્શન થ્રિલર ફિલ્મ દર્શકોને કરશે ખુશ
  • આ જ દિવસે શાહરૂખની ડંકી પણ થશે રીલિઝ

આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ સાલારને લઈને હવે સારા સમાચાર સામે આવ્યા છે. સાઉથ સુપર સ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ હાઈ વોલ્ટેજ એક્શન થ્રિલર ફિલ્મ 22 ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક આપશે. તો હાલમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગને લઈને પણ જાહેરાત થઈ છે.

આ દિવસથી શરૂ થશે પ્રભાસની ફિલ્મ સાલારનું એડવાન્સ બુકિંગ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું. આ સાથે જ મેકર્સ ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને પણ જાણકારી આપી છે. સાલારના ટ્રેલરના અંતમાં આ વાતની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે એડવાન્સ બુકિંગ 15 ડિસેમ્બરથી શરૂ થશે.

 

શાહરૂખ ખાનની ડંકી સાથે થશે ક્લેશ

22 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર પ્રભાસની સાલારની સાથે શાહરૂખખાનની ડંકી પણ રીલિઝ થવા જઈ રહી છે. એવામાં કઈ ફિલ્મ કેટલી કમાણી કરશે તે જોવાનું રહે છે. રીલિઝ થતાંની સાથે જ કલેક્શનના આંકથી કઈ ફિલ્મને દર્શકોનો સ્નેહ મળી રહ્યો છે તે જાણી શકાશે.

આવું છે ફિલ્મનું ટ્રેલર

સાલારના ટ્રેલરની વાત કરીએ તો પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મના દમદાર ટ્રેલર તમારા રૂંવાડા ઉભા કરી દેશે. ટ્રેલરમાં પ્રભાસની ધાંસુ એન્ટ્રી બતાવવામાં આવી છે. ટ્રેલરમાં ડાર્ક અને માઈન્સ સીનના કારણે આ ફિલ્મ તમને કેજીએફની યાદ અપાવશે. આ કારણથી પ્રભાસના ફેન્સ પણ નારાજ જોવા મળી શકે છે.

આવી છે ફિલ્મની સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન હશળે તો સાથે જ જગપતિ બાબૂ અને પૃથ્વીરાજ સુકુમારન પણ દમદાર રોલમાં જોવા મળશે. ફિલ્મના આ દમદાર ટ્રેલરને જોતાં એ કહેવું જરાય ખોટું નહીં હોય કે ફિલ્મ કેજીએફ અને બાહુબલી જેવી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે.  

  • Follow us on: