• ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા
  • બ્લેક ડ્રેસ,વિંગેડ આઈલાઈનર અને ડાર્ક રેડ લિપસ્ટિક સાથે કમ્પ્લીટ કર્યો લૂક
  • ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ નાની પર પ્રેમ વરસાવતી જોવા મળી

બોલિવુડની એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી કાન્સ 2024માં પોતાનો ગ્લેમરસ લુક દેખાડ્યા બાદ સતત ચર્ચામાં રહી છે. હાથ તૂટી ગયો હોવા છતાં તેણે કાન્સમાં પોતાની અદાઓમાં કોઈ ખામી આવવા દીધી નથી. કાન્સથી પરત આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર અનેક નવા ફોટો શેર કર્યા છે. નવા ફોટોમાં ઐશ્વર્યા રાય બચ્ચન માતા બૃંદા રાયનો બર્થડે દીકરી આરાધ્યા સાથે સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યાની આ પોસ્ટ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટોઝ થયા વાયરલ

ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે માતાની સાથે જોવા મળી રહી છે. બ્લેક ડ્રેસ, આંખ પર વિંગેડ આઈલાઈનર અને ડાર્ક રેડ લિપસ્ટિક સાથે ઐશ્વર્યાએ પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે. ફોટોમાં તે આર્મ સ્લિંગ સાથે જોવા મળી રહી છે. ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ નાની પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

 

અભિષેક બચ્ચન ન મળ્યા જોવા

ઐશ્વર્યા રાયે માતાના જન્મદિવસના ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે, લવ યુ બર્થડે ગર્લ, પ્યારી મોમી-દોદા, ફોટોમાં ઐશ્વર્યા, તેની માતા અને આરાધ્યાનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઐશ્વર્યાના લેટેસ્ટ ફોટોમાં લોકો અભિષેક બચ્ચનને મિસ કરી રહ્યા છે.

કાન્સમાં ઐશ્વર્યાએ બતાવ્યો ખાસ અંદાજ

હાલમાં 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચને સ્ટાઈલિશ અને ગ્લમેરસ લુક દેખાડવામાં કોઈ ખામી રાખી ન હતી. ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ઈજા થવા છતાં એલિગન્સની સાથે કાન્સની રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. કાન્સથી ઐશ્વર્યાના લુકની ખાસ તસવીરો અને વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.  

  • Follow us on: