• નાસિકના મામલતદારે મોકલી નોટિસ
  • નાસિકના સિન્નરમાં છે ઐશ્વર્યાના નામે 1 હેક્ટરની જમીન
  • નોટિસમાં 1 વર્ષના 21,960 રૂપિયાનો ટેક્સ બાકી

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને કોઈ ઓળખની જરૂર નથી. ઐશ્વર્યા રાયનું નામ તેના અદ્ભુત અભિનય અને સુંદરતા માટે સતત ચર્ચામાં છે. પરંતુ હાલમાં ઐશ્વર્યા રાયનું નામ બાકી ટેક્સને લઈને ચર્ચાઈ રહ્યું છે. માહિતિ સામે આવી છે કે ઐશ્વર્યા રાયની જમીન પર બાકી ટેક્સને ધ્યાનમાં રાખીને નાસિકના મામલતદારે અભિનેત્રીને નોટિસ મોકલી છે.

ઐશ્વર્યા રાય પેન્ડિંગ ટેક્સ મુદ્દે મુશ્કેલીમાં

પ્રાપ્ત માહિતી અનુસાર, સિન્નર (નાસિક) મામલતદાર તરફથી બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને નોટિસ મોકલવામાં આવી છે. હકીકતમાં નાસિકના સિન્નરના અડવાડી વિસ્તારમાં ઐશ્વર્યા રાય બચ્ચનની પવનચક્કી માટે જમીન છે. આ જમીન પર એક વર્ષ માટે 21,960 રૂપિયા ટેક્સ ચૂકવવાના બાકી છે, આ નોટિસને ધ્યાનમાં રાખીને રાજ્યના મામલતદાર વતી ઐશ્વર્યા રાયને નોટિસ મોકલવામાં આવી છે.


ઐશ્વર્યાના નામે 1 હેક્ટર જમીન

માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય પાસે અડવાડીના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે. આવી સ્થિતિમાં 12 મહિનાના બાકી ટેક્સને લઈને એક્ટ્રેસ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જેના કારણે હવે મહેસૂલ વિભાગે આ કડક વલણ અપનાવવું પડ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા ઐશ્વર્યાને માર્ચના અંત સુધીમાં બાકી વેરો વસૂલવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા નોટિસ આપવામાં આવી છે. ઐશ્વર્યા સહિત તે વિસ્તારના અન્ય 1200 મિલકતધારકોને પણ નોટિસ મોકલવામાં આવી છે.

ઐશ્વર્યા રાયે ભરવો પડશે બાકી ટેક્સ

ઐશ્વર્યા રાય બચ્ચન સામે મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી બાદ અભિનેત્રીને વહેલી તકે ચૂકવણી કરવી પડશે. કારણ કે આગામી માર્ચ મહિનો મહેસૂલ વિભાગ માટે ક્લોઝિંગનો મહિનો છે. જેના કારણે જો ઐશ્વર્યા રાય આ બાકી ટેક્સ ભરવામાં વિલંબ કરે છે તો વિભાગ અભિનેત્રી સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે. 

  • Follow us on: