'બિગ બોસ' ફેમ કપલ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા વિશે છેલ્લા કેટલાક દિવસોથી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં' ના આ કપલના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ હવે અલગ રહેવાનું શરૂ કરી દીધું છે. ઐશ્વર્યા શર્માએ મુંબઈમાં એક ઘર ભાડે લીધું છે અને હવે તે ત્યાં રહે છે.

નીલ ભટ્ટથી અલગ રહે છે ઐશ્વર્યા શર્મા?

હવે આ બધી ચર્ચાઓ પર એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માની પ્રતિક્રિયા સામે આવી છે. એક્ટ્રેસે પોતાના લગ્નજીવનમાં સંકટના સમાચાર પર મૌન તોડ્યું છે અને હવે ફેન્સને સત્ય જણાવી દીધું છે. ઐશ્વર્યા શર્માએ જણાવ્યું છે કે તેને મુંબઈમાં અલગ ઘર કેમ લીધું છે? મીડિયા રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યુમાં, એક્ટ્રેસે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણા ખુલાસા કર્યા છે. આ સિવાય તેને લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગેની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી છે.

ઐશ્વર્યા શર્માના પતિ સાથે મતભેદ

ઐશ્વર્યા શર્માએ કહ્યું કે નીલ અને તે ખુશીથી લગ્નજીવન જીવી રહ્યા છે. ફક્ત એટલા માટે કે તેઓ સતત સાથે ફોટા શેર કરતા નથી, અથવા સાથે જોવા મળતા નથી, તેનો અર્થ એ નથી કે લગ્નમાં કંઈક ખોટું છે. ઐશ્વર્યા શર્માએ કહ્યું કે 'અમને કામના સ્થળે હંમેશા સાથે રહેવાનું પસંદ નથી.' અમે વ્યક્તિગત કલાકારો છીએ જેમના પોતાના રસ્તા છે, પરંતુ અમે હંમેશા એકબીજાને સપોર્ટ કરીએ છીએ. બીજા પરિણીત કપલની જેમ, અમારામાં પણ દલીલો અને ઝઘડા થાય છે.

એક્ટ્રેસે ઘર કેમ ભાડે રાખ્યું?

ઐશ્વર્યા શર્માએ સત્ય જાહેર કરતા કહ્યું કે 'જ્યારે મેં મલાડમાં ભાડા પર ઘર લીધું ત્યારે અમારા લગ્ન વિશે ચર્ચાઓ થવા લાગી. મેં મારા શૂટિંગ અને સહયોગ માટે આ ઘર ભાડે લીધું છે. કામ કરવા માટે ચોક્કસ જગ્યા હોવી વધુ વ્યવહારુ છે, કારણ કે પરિવાર સાથે તે થોડું મુશ્કેલ બની જાય છે. એક્ટ્રેસે લગ્નજીવનમાં તિરાડના સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.


  • Follow us on: