5 મેના રોજ સવારે, ઈન્ડિયન આઈડલ વિનર પવનદીપ રાજન વિશે એવા સમાચાર આવ્યા, જેનાથી તેના બધા ફેન્સ ચિંતિત થઈ ગયા. તે ઉત્તરાખંડમાં તેના ઘરેથી તેના મિત્રો સાથે નોઈડા જઈ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો. પવનદીપ નોઈડાની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં ક્લિનિકલ ટીમ તેનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે.


હોસ્પિટલ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રોડ અકસ્માતમાં પવનદીપને અનેક ફ્રેક્ચર થયા હતા, ત્યારબાદ તેને ઓર્થોપેડિક્સ ટીમની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત સ્થિર છે. હવે તેને ઘણી સર્જરીઓ કરાવવી પડશે. અમારી ક્લિનિકલ ટીમ તેમની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે. તેને તમામ જરૂરી તબીબી સંભાળ આપવામાં આવી રહી છે."

પવનદીપ રાજનનો કેવી રીતે થયો અકસ્માત?

પવનદીપ તેના મિત્રો સાથે 4 મેના રોજ કાર દ્વારા ઉત્તરાખંડથી નોઈડા જવા નીકળ્યો હતો. રાહુલ સિંહ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. તે ઊંઘી ગયો અને કાર ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી અને હાઈવેની બાજુમાં પાર્ક કરેલા કેન્ટરના પાછળના ભાગમાં અથડાઈ. કારમાં અજય મહેરા નામનો વ્યક્તિ પણ હતો. બધાને ખરાબ ઈજા થઈ હતી.

અકસ્માત બાદ પોલીસ ત્યાં પહોંચી અને પછી તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ ત્યારબાદ ડોક્ટરે તેને મુરાદાબાદની એક હોસ્પિટલમાં રેફર કરી. ત્યારબાદ તેને વધુ સારી સારવાર માટે નોઈડા લઈ જવામાં આવ્યા. ડોક્ટરના મતે, પવનદીપના બંને પગમાં ફ્રેક્ચર થયું છે.

'ઈન્ડિયન આઈડોલ 12' થી મળી ઓળખ

ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજનને 'ઈન્ડિયન આઇડલ 12' થી ઓળખ મળી. આ શો દ્વારા, તેને પોતાના અવાજથી આખા દેશને દિવાના બનાવી દીધા અને આ શોનો ખિતાબ જીત્યો. તેને યુપીના મુઝફ્ફરનગરના રહેવાસી મોહમ્મદ દાનિશને હરાવીને આ શો જીત્યો.


  • Follow us on: